Loading....
સાંવરીયો રે મારો સાંવરિયો હું તો ખોબો માંગુ ને દઈદે દરીયો, ખોબો માંગુ ને દઈદે દરીયો
સાંવરીયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માંગુ ને દઈદે દરીયો, ખોબો માંગુ ને દઈદે દરીયો
સાંવરીયો રે મારો સાંવરિયો
જાણે અત્તર ધોળાયુ રૂમાલ માં એવી લથપથ ભીંજાણી હું વ્હાલ માં (2)
મારા બાલમ નું નામ મારૂ નાનું, ભર્યા જીવતર ને ગુલાલ જેવું જાણું
જાણું રે એવી ખાલી ઘડા માં ટહુકો કરીયો ખોબો માંગુ ને દઈદે દરીયો
સાંવરીયો રે મારો સાંવરિયો
કોઈ પૂછે કે ઘર તારૂ કેવડુ (૨)
ઓહો હો હો
મારા વ્હાલમજી બાથ ભરે એવડું , કોઈ પૂછે કે ઘર તારૂ કેવડુ
આંખ ફરકી ઉજાગરા થી રાતી ઝીણા ધબકારે ફાટ ફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરીયો
ખોબો માંગુ ને દઈદે દરીયો
સાંવરીયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માંગુ ને દઈદે દરીયો, ખોબો માંગુ ને દઈદે દરીયો
સાંવરીયો રે મારો સાંવરિયો
----------------------------------------
સ્વર: ઉર્મિ ભટ્ટ
સંગીત: સુરેશ ભટ્ટ
હોમ રેકોર્ડીંગ
Embed:
લોડ થઈ રહ્યું છે...
પ્રતિસાદ